भारतीय संविधान दिवस

1x


भारतीय संविधान दिवस

(हिंदी)

26 नवंबर भारत के इतिहास का एक अत्यंत महत्त्वपूर्ण दिन है। यह दिन भारतीय लोकतंत्र की आधारशिला माने जाने वाले संविधान के अंगीकरण की ऐतिहासिक स्मृति से जुड़ा है। 26 नवंबर 1949 को भारत की संविधान सभा ने भारतीय संविधान को अंगीकार किया था। इसके बाद 26 जनवरी 1950 को संविधान लागू हुआ।

संविधान की रचना और निर्माण में योगदान

भारतीय संविधान का निर्माण किसी एक व्यक्ति का कार्य नहीं था, बल्कि यह संविधान सभा के सदस्यों के सामूहिक विचार-विमर्श, अध्ययन और योगदान का परिणाम था। संविधान सभा की पहली बैठक 9 दिसंबर 1946 को हुई थी। लगभग दो वर्ष, ग्यारह महीने और सत्रह दिनों तक चले विचार-विमर्श के बाद संविधान तैयार हुआ।

29 अगस्त 1947 को संविधान सभा ने प्रारूप समिति (Drafting Committee) का गठन किया, जिसके अध्यक्ष डॉ. भीमराव आंबेडकर बनाए गए। उन्होंने विभिन्न समितियों की सिफारिशों और संविधान सभा के निर्णयों के आधार पर संविधान के प्रारूप को व्यवस्थित एवं विधिक स्वरूप प्रदान करने में महत्त्वपूर्ण भूमिका निभाई। इसी योगदान के कारण उन्हें भारतीय संविधान का प्रमुख शिल्पकार कहा जाता है।

इस कार्य में संविधान सभा के अध्यक्ष डॉ. राजेंद्र प्रसाद, संविधान सलाहकार बी. एन. राव, प्रारूप समिति के सदस्यों तथा अनेक विद्वानों और अन्य सदस्यों का भी महत्त्वपूर्ण योगदान रहा। संविधान निर्माण की यह प्रक्रिया सामूहिक विचार, तर्क-विमर्श और विभिन्न मतों के समन्वय का उदाहरण है।

संविधान का मूल भाव

भारतीय संविधान केवल शासन व्यवस्था का दस्तावेज नहीं, बल्कि देश की लोकतांत्रिक व्यवस्था और नागरिक जीवन के मूल्यों का आधार है। इसकी प्रस्तावना में भारत को संपूर्ण प्रभुत्व-संपन्न, समाजवादी, पंथनिरपेक्ष, लोकतंत्रात्मक गणराज्य बनाने तथा नागरिकों को न्याय, स्वतंत्रता, समानता और बंधुता प्रदान करने का संकल्प व्यक्त किया गया है।

संविधान नागरिकों को छह प्रमुख श्रेणियों में मौलिक अधिकार प्रदान करता है—समानता, स्वतंत्रता, शोषण के विरुद्ध अधिकार, धर्म की स्वतंत्रता, सांस्कृतिक एवं शैक्षिक अधिकार और संवैधानिक उपचारों का अधिकार।

इन अधिकारों के साथ संविधान के भाग चार-क में मौलिक कर्तव्यों का भी उल्लेख है। इनमें संविधान और राष्ट्रीय प्रतीकों का सम्मान, देश की एकता एवं अखंडता की रक्षा, सांस्कृतिक विरासत का संरक्षण, पर्यावरण की सुरक्षा तथा वैज्ञानिक दृष्टिकोण विकसित करने जैसे नागरिक दायित्व शामिल हैं।

इस प्रकार संविधान अधिकारों और कर्तव्यों के बीच संतुलन का महत्त्वपूर्ण आधार प्रस्तुत करता है। अधिकार व्यक्ति की स्वतंत्रता, गरिमा और विकास को संरक्षण देते हैं, जबकि कर्तव्य सामाजिक उत्तरदायित्व और सामूहिक जीवन के प्रति जागरूकता का परिचय कराते हैं।

संविधान दिवस केवल एक ऐतिहासिक तिथि का स्मरण नहीं, बल्कि अपने संविधान, उसमें निहित अधिकारों, कर्तव्यों और लोकतांत्रिक मूल्यों को जानने-समझने का अवसर है।

भारतीय संविधान : हमारी लोकतांत्रिक व्यवस्था का आधार, अधिकारों का संरक्षण और नागरिक कर्तव्यों का परिचायक।

————————-


(ગુજરાતી)

26 નવેમ્બર ભારતના ઇતિહાસનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ભારતીય લોકશાહીના પાયારૂપ બંધારણના સ્વીકારની ઐતિહાસિક સ્મૃતિ સાથે જોડાયેલો છે. 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું.

બંધારણની રચના અને નિર્માણમાં યોગદાન

ભારતીય બંધારણની રચના કોઈ એક વ્યક્તિનું કાર્ય નહોતું, પરંતુ તે બંધારણ સભાના સભ્યોના સામૂહિક વિચારવિમર્શ, અભ્યાસ અને યોગદાનનું પરિણામ હતું. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી. લગભગ બે વર્ષ, અગિયાર મહિના અને સત્તર દિવસ સુધી ચાલેલી ચર્ચા-વિચારણા બાદ બંધારણ તૈયાર થયું.

29 ઓગસ્ટ, 1947ના રોજ બંધારણ સભાએ મુસદ્દા સમિતિ (Drafting Committee)ની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે ડૉ. ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓની ભલામણો અને બંધારણ સભાના નિર્ણયો અનુસાર બંધારણના મુસદ્દાને વ્યવસ્થિત અને કાનૂની સ્વરૂપ આપવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ યોગદાનને કારણે તેમને ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

આ કાર્યમાં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સલાહકાર બી. એન. રાવ, મુસદ્દા સમિતિના સભ્યો તેમજ અનેક વિદ્વાનો અને અન્ય સભ્યોનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. બંધારણ નિર્માણની આ પ્રક્રિયા સામૂહિક વિચાર, તર્કબદ્ધ ચર્ચા અને વિવિધ મતોના સમન્વયનું ઉદાહરણ છે.

બંધારણનો મૂળભૂત ભાવ

ભારતીય બંધારણ માત્ર શાસનવ્યવસ્થાનો દસ્તાવેજ નથી, પરંતુ દેશની લોકશાહી વ્યવસ્થા અને નાગરિક જીવનનાં મૂલ્યોનો આધાર છે. તેની પ્રસ્તાવનામાં ભારતને સંપૂર્ણ પ્રભુત્વસંપન્ન, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનો તથા નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ પ્રદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

બંધારણ નાગરિકોને છ મુખ્ય શ્રેણીઓમાં મૂળભૂત અધિકારો આપે છે—સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા બંધારણીય ઉપચારોનો અધિકાર.

આ અધિકારોની સાથે બંધારણના ભાગ ચાર-કમાં મૂળભૂત કર્તવ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં બંધારણ અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન, દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ, સાંસ્કૃતિક વારસાનું જતન, પર્યાવરણનું સંરક્ષણ તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા જેવા નાગરિક દાયિત્વોનો સમાવેશ થાય છે.

આ રીતે બંધારણ અધિકારો અને કર્તવ્યો વચ્ચે સંતુલનનો મહત્ત્વપૂર્ણ આધાર રજૂ કરે છે. અધિકારો વ્યક્તિની સ્વતંત્રતા, ગરિમા અને વિકાસનું રક્ષણ કરે છે, જ્યારે કર્તવ્યો સામાજિક જવાબદારી અને સામૂહિક જીવન પ્રત્યેની જાગૃતિનો પરિચય કરાવે છે.

બંધારણ દિવસ માત્ર એક ઐતિહાસિક તારીખનું સ્મરણ નથી, પરંતુ પોતાના બંધારણ, તેમાં સમાવિષ્ટ અધિકારો, કર્તવ્યો અને લોકશાહી મૂલ્યોને જાણવાનો અને સમજવાનો અવસર છે.

ભારતીય બંધારણ : આપણી લોકશાહી વ્યવસ્થાનો આધાર, અધિકારોનું સંરક્ષણ અને નાગરિક કર્તવ્યોનો પરિચય.


Comments